કુષ્ણએ કહ્યું અન્યાયી TAX નો વિરોધ કરો, એ માટે માખણ ચોરી કરી, આપણે તેને ચોર કહ્યો,
કુષ્ણએ કહ્યું ઉંમર, નાત, જાત ના બાધ વિના નિસ્વાર્થ પ્રેમ કરો, આપણે તેને ગોપીઓ સાથે flirt કરતો કહ્યો,
કુષ્ણએ ત્યજાયેલી નારીઓ ને સન્માન આપવા પોતાનું નામ આપ્યું, આપણે તેને સોળ હજાર પત્નીઓ નો પતિ કહ્યો,
કુષ્ણએ કહ્યું સમય આવ્યે EGO ત્યજવા ગામ પણ ત્યજવું પડે તો ત્યજો, આપને તેને રણછોડ, ભાગેડુ કહ્યો,
કુષ્ણએ કહ્યું જરૂર પડે કોઈના પાપ પણ માથે લઇ લ્યો, આપણે તેને સ્યમન્તક મણી નો ચોર ચીતર્યો,
કુષ્ણએ શીખવ્યું, સત્ય ને જીતાડવા માટે સશસ્ત્ર લડવું જરૂરી નથી, આપણે તેને પ્રપંચી રાજકારણી માં ખપાવ્યો,
કુષ્ણએ શીખવ્યું ભવિષ્ય ને આકાર આપવા ભૂતકાળ તરફ નજર ના ફેંકો, આપણે તેને કારાવાસ માં જન્મેલો ગોવાળીઓ જ કહ્યો,
કુષ્ણએ શીખવ્યું સુદામા જેવા દરિદ્રનારાયણ ની પણ દોસ્તી નિભાવો, આપને તેને છુપાયેલા પૌઆનો બદલો લેતો ચીતર્યો,
કૃષ્ણએ શીખવ્યું સત્યની તરફ ન હોય તો પોતાના કુળ, પોતાના મિત્ર નો પણ બચાવ ન કરો, અને આપણે શીખ્યા ફક્ત તકવાદી મદદ કરવી,
કૃષ્ણએ શીખવ્યું, જુગાર રમવાવાળાની મદદે હું પણ નથી આવતો, અને નિર્દોષ દંડિત થાય તો હું તરત પ્રગટ થાઉં છું (દ્રૌપદી વસ્ત્રાહરણ), અને આપણે શીખ્યા તેના જ જન્મદિવસે જુગાર રમવું.
કૃષ્ણએ કહ્યું, જીવનને કાવાદાવા ની બાજી નહી, હૃદય ની બાજી થી જીવો ને આપણે તેને “ડબ્બા’ ને ‘બંધ’ માં સીમિત કરી દીધો.
कृष्णं वंदे जगत्गुरू
એમ જ નથી કહ્યું,
આવો આજે દંભ છોડી, કૃષ્ણ ને સમજીએ અને થોડો તેનો સાચો મર્મ જીવન માં ઉતારીએ ત્યારે જ કહેવાય,
જય શ્રી કૃષ્ણ
No comments:
Post a Comment