જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ...
આજે શિતળાસાતમ છે. મોબાઇલ યુગ પહેલાની એ સાતમની સંધ્યા કયાંક ખોવાઇ ગઇ હોય એવું લાગે છે. મોબાઇલ વિનાનો એ સાતમનો તહેવાર આજે તહેવાર નહીં પણ એક સામાન્ય વાર બની ગયો હોય એવું દેખાય છે. દુનિયાને નજીક લઇ આવનાર આ મોબાઇલે જ આપણને આપણાંથી દુર કરી દીધા છે.
માત્ર થોડા વરસોના ફલેશબેક પર જઇએ તો એ આસ્થા, આનંદ, ઇશ્વર અને આપણાંપણું આજે સ્વાર્થમાં સમાઇ ગયા છે. એ સાતમની સાંજનો ઉત્સાહ ઓસરી ગયો છે. એ જગદીશના જન્મ મહોત્સવની તૈયારીઓના બદલે મોબાઇલમાં મસ્ત લોકો માટે ઉત્સવ એ માત્ર ઔપચારિક રહી ગયો હોય એમ યંત્રવત કામ દેખાઇ રહ્યુ છે.
ભગવાન શ્રી ક્રિષ્ના પણ વિચારતા હશે કે આ મોબાઇલ માણસ મને આવકારવા થનગને છે કે સેલ્ફી લેવા ?. બસ આવતીકાલ ઇષ્ટદેવને આવકારવા મોબાઇલથી દુર થવાની જરૂર છે.
"કૃષ્ણ કૃષ્ણ સૌ કરે, કૃષ્ણ ની લીલા ને ન
જાણે કોઇ
જે જાણે કૄષ્ણ ની લીલા તેનો બેડો
થઈ જાય પાર
જન્માષ્ટમી ની પુર્વ સંધ્યાએ કૃષ્ણ
ની યાદો ને સ્મરીએ..
કૃષ્ણ રોમેન્ટીક અને ચોકલેટી મિજાજ
ના પણ છે અને શિશુપાલ
જેવા ની સો ભુલો માફ કરી ને વધ
કરનારા પણ દેવ છે..
કૃષ્ણ જ કાળ છે ને કૃષ્ણ જ સર્વસ્વ ને
સર્વોપરી છે..
એ મેનેજમેન્ટ ગુરુ પણ છે..અને આધ્યાત્મ ગુરુ પણ
છે...
સૌને કૃષ્ણ જન્મની પુર્વ સંધ્યાએ શુભેચ્છા.
No comments:
Post a Comment